નજરે મરણ ને જોયું
એક ૮૦ વરસ ના દાદી ગામડે થી છોકરા સંભાળ રાખવા મુંબઈ લઈ આવ્યા છેલ્લા ૮ માસ થી મુંબઈ માં એમના ૪ દીકરાઓ વચ્ચે રહેતા ૮ માસ દરમિયાન કોઈ પ્રકાર ની બીમારી નહિ કોઈ દવા નહિ કોઇ રોગ નહિ નિયમ પ્રમાણે જમવું ઉઠવું બેસવું ચાલવું રિક્ત સમયે પ્રભુ ધ્યાન ધરવું આમ તેમનું જીવન વ્યતીત કરતા હતા ગત ૦૪/૦૯/૨૦૨૨ ને રવિવાર ના દિવસે નિયમ મુજબ ઉઠ્યા ચા પાણી નાસ્તો કર્યો અને એમને મળવા ૫ થી ૬ વ્યક્તિ ગામડે થી કોઈ પ્રસંગોપાત આવ્યા હશે તો તેઓને થયું કે સમય છે ને પાનદાદી ( જે વૃદ્ધ દાદી ની વાત કરી રહ્યો છું એ દાદી નું નામ પાનબેન છે) ને મળવા માટે જઈએ ઘણા સમય થી એમને આપડે મળ્યા નથી તો ચાલો બધા જઈએ બધા પાનદાદી ને મળ્યા ખૂબ વાત ચિત કરી ખૂબ હસ્યા જૂની ક્ષણો ને તાજી કરી પછી એક પછી એક બધા પાનદાદી થી વિખૂટા પડતા ગયા ને બરોબર બપોર ના ૩.૪૫ વાગે પાનદાદી એકલા એકલા વાતો કરી રહ્યા હતા કે આજે બધા મારા ગામ ના મળવા આવ્યા તો મને એમ લાગ્યું કે હું મુંબઈ નહિ મારા વતન માં જ છું એમ હરખ માં ને હરખ માં પાનદાદી ને થોડો દુખાવો ચાલુ થયો ઘરમાં દીકરા ના વહુ ને કહ્યું મારા પગ દબાવી આપો દીકરા ના વહુએ પગ દબાવી આપ્યા થોડી વાર પછી કહ્યું મને જાજરૂ જવું છે વહુએ એમને જાજરૂ કરાવડાવ્યું અને પછી ફક્ત ૫ મિનિટ માં પાનદાદી એમના દેહ નો ત્યાગ કર્યો ખરેખર મે આ પાનદાદી નું મરણ મારી નરી આંખે જોઈ ને હું એકદમ અવાક્ બની ગયો કે આ દાદી એ એમના જીવન કાળ માં એવા તે કેવા કર્મ કર્યા હશે કે એમને ઉંમર ના ૮૮ માં વરસે એક ઝાટકે મૃત્યુ આવ્યું હકીકત માં હું હજી સુધી સમજી નથી શક્યો કે એક સતયુગ માં ગંગાસતી પાનબાઈ થઈ ગયા તો આ દાદી કળિયુગ ના તો પાનબાઈ નહિ હશે .
ઈશ્વર પાનદાદી ની પવિત્ર આત્મા ને સદગતિ આપે એવી પ્રભુ ચરણ માં પ્રાર્થના