Gujarati Quote in Motivational by મહેશ ઠાકર

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

भैया मेरे, राखी के बंधन को निभाना
भैया मेरे, छोटी बहन को न भुलाना...
देखो ये नाता निभाना, निभाना....भैया मेरे......

પૂજા ના રૂમ માં સ્મિતા....
રણછોડજી ને વર્ષો થી રક્ષાબંધને રાખડી બાંધતી વખતે આ ગીત ભાવ થી ગાય છે...

જ્યારે સંસાર માં સંબધો ઉપર થી વિશ્વાસ ઉઠવા લાગે.. ત્યારે ભગવાન કૃષ્ણ કીધું છે..જે ભાવે મને ભજો એ ભાવે હું હાજર... પછી એ મીરા હોય કે નરસિંહ મહેતા કે ભક્ત પ્રહલાદ...જ્યાં વિશ્વાસ અને શ્રદ્ધા નું પવિત્ર ઝરણું વહેતુ હોય ત્યાં હું અચૂક ડૂબકી મારવા આવવું જ છું..

સ્મિતા નો વિશ્વાસ રણછોડજી પ્રત્યે અતૂટ હતો....
હું પણ હસતા હસતા સ્મિતા ને કહેતો તારો ભાઈ એ મારો સાળો.....સ્મિતા ને કારણે મારો વિશ્વાસ પણ ધીરે ધીરે મજબૂત થતો ગયો..અકલ્પીય કામો...સરળતા થી થવા લાગ્યા હતા ...
સંઘર્ષ માં પણ શાંતી અને આનદ નો અનુભવ જયારે થાય ત્યારે સમજી લ્યો.કોઈ ઔલોકીક શક્તિ ના ચાર હાથ તમારા ઉપર કૃપા વર્ષાવી રહ્યા છે...

જેમ જેમ તેનો હાથ મજબૂતાઈ થી અમે પકડતા ગયા તેમ તેમ તેની હાજરી નો એહસાસ અમને થવા લાગ્યો...
ભગવાન સાથે ની દોસ્તી... સંતાકૂકડી ની રમત જેવી છે....
એ સંતાઈ ગયો હોય ત્યારે દુખ પણ થાય..પણ જ્યારે દોડી ને થપ્પો રમી એ આપણા કામ પુરા કરી ..પાછો સંતાઈ જાય ત્યારે આનંદ પણ પુષ્કળ થાય ...

સ્મિતા નો પૂજા ના રૂમ માંથી અવાજ સાંભળી..મારી આંખો ભીની થઇ...સ્મિતા નો મોટા ભાઈ એ માઁ બાપ ની મિલ્કત ની વહેચણી સમયે...ગેરસમજ ઉભી કરી...
સંબધો ઉપર પૂર્ણવિરામ મૂકી દીધું...આવા સમયે કુટુંબ માં અચાનક મંથરા અને શકુનીઓ એકટીવ થઈ જાય છે..
જેમને બળતા માં ઘી ઉમેરવા નું કાર્ય કર્યું....આગ ને તો પવન જોવે....ગેરસમજ નું એવું જ છે..

સ્મિતા એ નાની બહેન હોવા છતા આક્ષેપ પ્રતિઆક્ષેપ કરવા ને બદલે હાથ જોડી...તેનો હક્ક જતો કર્યો...
હક્ક નું જતું કરવું દુઃખદ હોય છે..થોડો સમય દુઃખ થયું..
પછી..સ્મિતા એ મન મનાવી લીધું..આપણા ઘર માં ચોરી થઈ...ચોર આપણા હક્ક નું નહિ હોય તે લઈ ગયો...

પછી તે વારંવાર ગીત ગાતી અને મસ્તી માં રહેવા લગી

खर्च ना खूटे चोर ना लूटे..दिन दिन बढ़त सवायो
पायो जी मैंने राम रतन धन पायो
वस्तु अमोलिक दी मेरे सतगुरु..कृपा कर अपनायो..

ખરેખર હક્ક નું જે મળવા નું હતું તેના થી અનેક ગણુ સ્મિતા ના ભાઈ રણછોડજી એ તેને પસલી નિમિતે આપી દીધું હતું..વધારા માં શાંતિ અને આનંદ જે રૂપિયા થી ખરીદી શકાતી નથી તે ભેટ તો ખરી જ..

સ્મિતા ને દુઃખ માત્ર સંબધો ના થયેલ નુકશાન હતું
સંબધો ને બાંધતા વર્ષો વીતી જાય છે..તેને નિભાવતા નિભવતા જીવન પૂરું થઈ જાય છે...પણ સંબધો ને તોડતા એક મિનિટ નો સમય પણ લાગતો નથી...

સંબધો કાચ અને મોતી જેવા છે..મન મોતી અને કાચ એક વખત તૂટે પછી સાંધવા નો ગમે તેટલો પ્રયતન કરીયે પણ વચ્ચે તિરાડ તો દેખાતી જ હોય છે.

હું વિચારો તો હતો અમે ઉમ્મર 65 એ પોહચ્યા ..25 વર્ષ થી સ્મિતા ના મોટાભાઈ એ સંબધો તોડી નાખ્યા હતા...
હજુ આગળ વિચારું...
ત્યાં બારણે બેલ વાગ્યો..મેં જોયું તો 75 વર્ષ ના રમેશભાઈ અને તેમના પત્ની હાથ માં લાકડી સાથે ઉભા હતા...
હા.. એ બીજું કોઈ નહિ...સ્મિતા ના ભાઈ ભાભી..ઉભા હતા...હું ઝડપ થી ઉભો થયો....તેમને આવકાર આપ્યો સાથે હાથ પકડી સોફા માં બેસાડી મેં કીધું...ખૂબ આનંદ થયો તમને મળી ને..

પણ રમેશભાઈ ની ભીની આંખ તેની નાની બહેન ને શોધતી હતી એ બોલ્યા મારી નાની બહેન સ્મિતુંડી ક્યાં છે..?

મેં કીધું એ પૂજારૂમ માં છે...ભાઈ ને રાખડી બાંધી રહી છે..

રમેશભાઈ ભડકી ને ઉભા થયા અને પૂજા રૂમ તરફ ગયા...
હું પણ તેમની પાછળ પાછળ ગયો...રમેશભાઈ એ જોયું..તો સ્મિતા રાખડી રણછોડજી ને બાંધતી હતી...

મેં કીધું સ્મિતા જો કોણ આવ્યું ?
સ્મિતા એ નજર કરી ...એ મોટે થી બોલી અરે મોટા ભાઈ તમે..? હમણાં જ યાદ તમને કરતી હતી..તમારા સ્વાસ્થ્ય અને સુખ માટે ઈશ્વર ને પ્રાર્થના કરતી હતી..મારો ભાઈ જ્યાં હોય ત્યાં તેની રક્ષા કરજે... ભગવાન ને હાથ જોડી સ્મિતા ઉભી થઇ... મોટાભાઈ ને પગે લાગી

અત્યાર સુધી હિંમત રાખી ઉભેલા રમેશભાઈ એ હાથ માં પકડેલ લાકડી બાજુ ઉપર મૂકી ..સ્મિતા ને ભેટી પડ્યા....
ભાઈ બહેન નું 25 વર્ષ પછી નું મધુરમિલન...જોઈ મારી આંખ ભીની થઇ..
મોટાભાઈ સ્મિતા ના માથે હાથ ફેરવી કહેતા હતા બહેન મને માફ કર..... તેને હાથ બતાવી ને કીધું લે બહેન મારા હાથ ઉપર રાખડી બાંધ...."પ્રેમ એ બંધન છે...બોજ નથી"
એ હું મોડું સમજ્યો...પ્રેમ અને પૈસા ની લડાઈ માં અંતે જીત પ્રેમ ની જ થાય છે.. ઘડપણ માં એકલતા ને દૂર કરવા રૂપિયા નહિ સ્વજન ની જરૂર પડે છે..

સ્મિતા એ પૂજા ના રૂમ ગઈ...સુત્તર નો દોરો લીધો.અને ભાઈ ના હાથ ઉપર બાંધી પગે લાગી..ફરી બન્ને ભેટીને રડી પડયા...
રમેશભાઈ એ સાઈન કરેલો કોરો ચેક કાઢી સ્મિતા ને આપ્યો..લે બહેન આ તારા હક્ક ની રકમ વ્યાજ સાથે લખી લે જે..જે રૂપિયા માટે મેં છળકપટ તારી સાથે કર્યું એ રૂપિયા ની બાળકો ની નજર માં કોઈ કિંમત નથી...અમારી હાજરી કે ગેરહાજરી ની પણ તેઓ ને મન કોઈ કિંમત નથી ..તો આ બધું.મેં કોના માટે કર્યું ?..મેં નાની બહેન નું દિલ દુભાવ્યું...છે..

બેન ઘડપણ માં લાગણી ના સંબધો યાદ આવે છે..હળવા થવા એકબીજા ની સાથે વાતો કરવા નું મન થાય છે...
સંબધો બગાડતી વખતે ખબર હોતી નથી કે બાળકો આપણે એકલા સમજી ભવિષ્ય માં દબાવવા નો પ્રયતન કરશે... આ બધી કડવી વાસ્તવિકતા નો મેં અનુભવ કર્યો..છે..પછી હું આ નિર્ણય ઉપર આવ્યો છું..

સ્મિતા એ કીધું..મોટા ભાઈ..આ ચેક પાછો રાખો...જે થયું એ આપણે ભૂલી જઈએ..હવે બાકી રહેલ જિંદગી આપણે આનંદ થી પસાર કરીયે....મેં અત્યાર સુધી જે પણ મારા "લાલા" પાસે મર્યાદા માં રહી માંગ્યું છે એ મને મળ્યું છે..આજે પણ રણછોડજી ને રાખડી બાંધતા મેં કીધું હતું..મોટા ભાઈ ને મળવા ની ઈચ્છા બહુ થઈ છે.....જોયું પ્રાર્થના સાંભળી કે નહીં...

સ્મિતા બોલી મોટાભાઈ...
સમય નું મહત્વ હોય છે..સમય પસાર થઈ જાય પછી...
વસ્તુ હોય કે રૂપિયા તેની કિંમત ઘટતી જાય છે..
મોટા ભાઈ મારી ઉમ્મર 65 વર્ષ ની થઈ બે રોટલી થી વધારે પચતી નથી..મોજ શોખ કરવાની ઉમ્મર જતી રહી...પિન્ટુ પણ ડોકટર બની ગયો....મોટાભાઈ હવે આ તમારો ચેક લઈ મારે શું કરવું છે ?...હું એવું પણ નથી કહેતી મને રૂપિયા ની જરૂર ન હતી....પણ જ્યારે જરૂર હતી એ સમય તો જતો રહ્યો..

સ્મિતા એ મારી સામે જોઈ કીધું સમીર મારી વાત ખોટી હોય તો કહો ?
મેં કીધું રમેશભાઈ....આપ અમારા ઘરે વડીલ થઈ આવ્યા એ અમારા માટે ઘણું છે.....તૂટી ગયેલા સંબધો ને ફરી જોડવા ના આપના પ્રયતન ને આવકારું છું..
ઈશ્વરે ધાર્યા કરતાં અમને અનેક ગણું આપ્યું છે...

હા ..પણ એક વાત જરૂર આપ ને કહીશ...
જે બાળકો ની સધ્ધરતા અને ભવિષ્ય નું વિચારી આપણે ભાઈ બહેન સાથે આર્થિક લેવદેવડ ને કારણે સંબધો બગાડીયે છીયે એજ બાળકો ની નજર માં આપણા રૂપિયા કે આપણા સંબધો ની કિંમત કોડી ની હોય છે...
મફત અને તૈયાર માલે મળતી સંપત્તિ ની બાળકો ને કિંમત હોતી નથી.
ત્યારે આપણે થાય છે...આ બાળકો ના ભવિષ્ય ને ધ્યાન માં રાખી આપણે આપણા અમૂલ્ય સંબધો સાથે છેડા કેમ ફાડયા?

વાત તમારી સાચી છે....સમીરભાઈ..પણ મારી નાની બહેન ના હક્ક નું હું જો પાછું નહિ આપું તો ..ઈશ્વર મને કદી માફ નહિ કરે....

મેં કીધું..આ નિર્ણય હવે હું તમારા ભાઈ બહેન ઉપર છોડું છુ....

-મહેશ ઠાકર

Gujarati Motivational by મહેશ ઠાકર : 111825008
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now