તું જોવે એ સાચું જીવન નથી રે,
ઓળખ માનવ આ જીવનનાં અજાણ સારને રે,
દુર્જન માણસ એને સાચું માને રે,
અજ્ઞાનીને સાચું શું ખબર પડે રે,
સજ્જન માણસ એને તો માયા માને રે,
જ્ઞાનીને તો બધી જ સાચી ઓળખ રે,
તું જોવે એ સાચું જીવન નથી રે,
ઓળખ માનવ આ જીવનનાં અજાણ સારને રે..
"અજ્ઞાનથી દુર્જન માણસ અને જ્ઞાનથી સજ્જન માણસ જન્મ લે છે"
મનોજ નાવડીયા