Gujarati Quote in Motivational by મહેશ ઠાકર

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હથિયાર એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ મનુષ્ય સદીઓથી કરતો આવે છે. બસ ફરક માત્ર એટલો છે કે સમયની સાથે સાથે હથિયાર વધુ આધુનિક અને વધુ ખતરનાક થતા જઈ રહ્યાં છે. આજે આપણે પ્રાચીન ભારતના એ હથિયારો વિશે જાણવા જઈ રહ્યાં છીએ કે જે ક્ષણભરમાં જ દુશ્મનને મોતને ઘાટ ઉતારી શકતા હતા.તસવીરો માં ક્રમાનુસાર નંબર પ્રમાણે જોઈ શકો છો.

(૧) હલાદી
હલાદી ત્રણ બ્લેડવાળુ ઘાતક હથિયાર હતું. રાજપૂત યુદ્ધમાં તેનો ઉપયોગ એક સ્ટેટસ સિંબોલના રૂપમાં કરવામાં આવતો હતો. લોકો હલાદીનો ઉપયોગ ખતરનાક હથિયારના રૂપમાં કરતા હતા.

(૨) પરશુ અથવા ફરસા
લોખંડથી બનેલી આ ભારતીય કુહાડીમાં સિંગલ અથવા ડબલ બ્લેડ હોય છે. સૈનિક યુદ્ધમાં તેનો ઉપયોગ કરવામાં આવતો હતો.જ્યારે હિન્દુ ધર્મ અનુસાર ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામનું હથિયાર હતું. જે ભગવાન શિવે પરશુરામને આપ્યું હતું.

(૩) ગદા
ગદા આપણે હનુમાનજીના હાથમાં જોઈએ છીએ. જો કે પ્રાચીન કાળમાં સૈનિકોનું આ લોકપ્રિય હથિયાર હતું. ગદાથી ભારે રક્ષા કવચને તોડી શકાતુ હતું.

(૪) વાઘ નખ
વાઘ નખ એટલે વાઘના નખ. રાજપૂત હંમેશા વિશૈલે વાઘ નખનો ઉપયોગ કરતા હતા. આ હથિયાર એ છે કે જેનાથી શિવાજી મહારાજે અફઝલ ખાનની હત્યા કરી હતી. આ સાથે જ આ હથિયાર સરળતાથી છૂપાવી પણ શકાય છે.

(૫) ઉરૂમી
તઆ ખુબ જ તેજ અને લચીલી બ્લેડવાળુ અજીબ હથિયાર હતું. જેને મૌર્ય સામ્રાજ્યમાં વધુ ઉપયોગમાં લેવામાં આવતું હતું. આ હથિયાર માત્ર માહિર લડાકુ જ ઉપયોગ કરી શકતા હતા. આ હથિયારનું કે શ્રીલંકાઈ વર્ઝન પણ હતું. જેમાં દરેક હાથ તરફ 32 બ્લેડ જોડાયેલી હતી.

(૬) દંડપટ્ટ
આ હથિયારનો ઉપયોગ સૈનિકોના માથાને ધડથી અલગ કરવામાં ઉપયોગમાં લેવાતુ હતું. જેમાં બે બ્લેડોને જોડવામાં આવતી હતી. જેથી તે વધુ ઘાતક હથિયાર બની જતું હતું. મુગલ કાળમાં તેનો વધુ ઉપયોગ થતો જોવા મળતો હતો.

(૭) ખુકરી
આ ખુબ ધારદાર વળેલી બ્લેડ હોય છે. જેને ગોરખાઓનું હથિયાર માનવામાં આવતું હતું. જેને તમે પ્રત્યેક ગોરખા સૈનિક પાસે જોઈ શકો છો.

(૮) કટાર
દક્ષિણ ભારતમાં બનેલા આ હથિયારનો ઉપયોગ મુગલો અને રાજપૂતો દ્વારા કરવામાં આવતો હતો. તે જોવામાં ખુબ નાનુ અને ખતરનાક હતું. 3 ધારદાર બ્લેડથી આ હથિયાર બને છે. આનો વધારે પડતો ઉપયોગ લોકો મોટા જનાવરનો શિકાર કરવા માટે કરતા હતા.

(૯) કિરપાણ
જ્યારે મુગલોએ પંજાબ પર કબ્જો કર્યો હતો. ત્યારે કિરપાણની ઉત્પતિ થઈ હતી. અકબરના શાસનકાળ સુધી સિખો અને મુગલોના સારા સંબંધ હતા. પરંતુ જહાંગીરના શાસનકાળમાં પરેશાનીઓ આવતી હતી. એવામાં અંતિમ ગુરૂ ગોવિંદસિંહે શિખોને પોતાની સુરક્ષા માટે કિરપાણ રાખવુ જરૂરી છે એ સમજાવ્યું. અને ત્યાર થી આજ દિન સુધી શીખ લોકો માટે કિરપાણ જીવનનું એક અવિભાજ્ય અંગ બની ગયું છે.

Gujarati Motivational by મહેશ ઠાકર : 111821820
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now