Gujarati Quote in Poem by Dr. Bhairavsinh Raol

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વર્ષાકાવ્ય :
"આજ અષાઢ આયો "

રે આજ અષાઢ આયો,
મેં નેણના નીરમાં મનનો તે માઢ ગાયો !

દૂર દખ્ખણ મીટ માંડીને
મોરલે નાખી ટહેલ,
વાદળી સાગરસેજ છાંડીને,
વરસી હેતની હેલ;
એમાં મન ભરીને મતવાલો મોર ન્હાયો !

મેઘવીણાને કોમલ તારે,
મેલ્યાં વીજલ નૂર ,
મેહુલાએ ત્યાં જલની ધારે,
રેલ્યા મલ્હાર સૂર;
એથી ધરતીને અંગ રંગ ઉમંગ ન માયો !

જનમાં વનમાં અષાઢ મ્હાલ્યો,
સંસાર મ્હાલ્યો સંગ,
અલકાથી હું દૂર, તે સાલ્યો,
મને ન લાગ્યો રંગ;
એ તો સૌને ભાયો ને
શીતલ છાંય શો છાયો !

આપણે રે પ્રિય, સામસામે તીર,
ક્યારે ય નહીં મિલાપ;
ગાશે જીવનજમુનાનાં નીર,
વિરહનો જ વિલાપ ?
રે આયો અષાઢ ને
વાયરે તોયે વૈશાખ વાયો !

બિરહમાં બાઢ લાયો !
રે આજ અષાઢ આયો !

કવિ શ્રી:નિરંજન ભગત
શ્રી નિરંજન નરહરિભાઈ ભગત (૧૮ મે ૧૯૨૬ - ૧ ફેબ્રુઆરી ૨૦૧૮) એ જાણીતા ગુજરાતી કવિ હતાં. તેઓનાં નગરજીવનનાં કાવ્યો એ સૌથી મોટું પ્રદાન છે.

કુદરત વ્યસ્ત અને માનવ હૈયું ત્રસ્ત. વર્ષાનો આ જ નિયમ છે.
પ્રસુતિ: ડો ભૈરવસિંહ રાઓલ

Gujarati Poem by Dr. Bhairavsinh Raol : 111818305
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now