Gujarati Quote in Motivational by Deepak Vyas

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘરેણાં .... Part -2
ઘડીનોય વિલંબ કર્યા વગર રમીલાએ તેના પિતાજીને ફોન જોડ્યો અને સ્પીકર ચાલું કર્યું...
સામેથી અવાજ આવ્યો, જય શ્રી કૃષ્ણ બેટા, મજામાં છે ને? અને હા, મારા વેવાઈની તબીયત કેવી છે હવે?
જય શ્રી કૃષ્ણ પપ્પા. મારા સસરાની તબીયત હાલ બરાબર નથી અને એમને દવાખાને દાખલ કરવા માટે પૈસાની જરૂર હોવાથી તમારા જમાઈ શ્રીએ મારાં ઘરેણાં વેચી દીધાં છે, બોલો મારે હવે શું કરવું?


ઓહ બેટા! જરૂરીયાત મૂજબ એ સારુ જ કર્યું છે બેટા. ઘરેણાં તો કાલે જમાઈ નોકરીએ ચડશે ને બનાવી આપશે ને હું તો બેઠો જ છું ને! ભગવાન જેવા મારા વેવાઈ ને પિતાતુલ્ય તારા સસરા ફરીથી નહીં મળે બેટા.
માફ કરશો પપ્પા. એ આપે શીખવેલ આદર્શ ભારતિય સંસ્કૃતિ પાઠથી સાસરીના અનન્ય સ્નેહના રુણને પરિપૂર્ણ કરવા હું જુઠું બોલી ઘડીક માટે. ઘરેણાં વેચ્યાં નથી તમારા જમાઈએ પરંતુ હવે હું વેચવા જઈ રહી છું મારા પિતાતુલ્ય સસરાજીની સારવાર માટે....
માફ કરશો પપ્પા. મેં ફોનનું માઈક ચાલું કરીને આપની હાર્દિક મનોભાવનાને મારા પરિવાર સાથે ઓતપ્રોત કરી છે ,જય શ્રી કૃષ્ણ પપ્પા.મારી મમ્મીને રાજીખુશીના સમાચાર આપશો ને કહેજો કે મારા સસરાજી જલ્દી સાજા થઈ જાય એના માટે માતાજીને માનતા માને. એની શ્રધ્ધા પર મને સંપૂર્ણ વિશ્વાસ છે. સાથે સાથે કહેજો કે, હમણાં થોડું વઘારે વ્યસ્ત રહેવાનું થશે એટલે ફોન થાય કે ના થાય પરંતું કોઈ ચિંતા ના કરે.
જેઠીબેનના બંધ છુટી ગયા. રમીલાવહુને બાથ ભરીને એટલાં રડ્યાં કે આડોશ પાડોશના લોકોનો મોટો જમાવડો થઈ ગયો.વાયુવેગે આખા ગામમાં વાત પ્રસરી ગઈ....
વાહ! રમીલાવહુ વાહ! ધન્ય છે તારી ખાનદાનીને.

Gujarati Motivational by Deepak Vyas : 111815108
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now