સવાર થી જ આજ મન માં ઉત્સાહ હતો કારણ એ હતુ કે આજ પૂનમ હતી.. એટલે સાંજ પડે ત્યાં સુધી ઘર નું બધું કામ ફટાફટ નિપટાવી લીધું.... ચંદ્ર ના દર્શન થાય એ પેલા હું ધાબે ગઈ.. ધીમો ધીમો વાયરો આવતો હતો... આમ ગમે તેવું ટેન્શન કેમ ના હોય ...પણ જ્યારે પણ ચંદ્ર ના દર્શન થઈ ત્યારે બધું જ ભૂલી જવાય.. તમને અજુંગતું લાગે પણ જ્યારે મારી અને ચંદ્ર ની આંખો મળે ત્યારે ભગવાન સાથે વાતચીત થતી હોય એવો એહસાસ થાય .જ્યારે ચંદ્ર વાદળ માં છુપાઈ જાય ત્યારે ભગવાન કોઈ કામ માં વ્યસ્ત હોય એમ સમજી લેવું. જ્યારે જીવન ની સમસ્યા માં ગુંનચવાઈ જઈએ ત્યારે ભગવાન ની existence પર જ સવાલ થાય... ચંદ્ર ની શીતલ રોશની જ્યારે મસ્તિક પર પડે ત્યારે આ સવાલો પર પૂર્ણ વિરામ મુકાઈ જાય. ચંદ્ર અને મારો પ્રેમ મને ભગવાન નિકટ લઈ જતો માર્ગ છે .
# શશિપ્રેમિકા