Gujarati Quote in Blog by Nidhi_Nanhi_Kalam_

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાંજ... કોલાહલ... સન્નાટો... વિચાર...

ચારેકોર આ કોલાહલમાં એક રણકાર લખીશ.
સ્તબ્ધ થયા સૌ તરલાઓમાં ઝંકાર ભરીશ.
વિચરતાં નિશાચરને દઈને હાથતાળી, Nidhi
ઉજ્જડતાને આરે ઉભા, લીલાં એ જંગલોમાં શ્વાસ ધરીશ.

વિચારું ઘણું, પણ અમલમાં મુકાય નહીં,
શરૂઆત કરું, ત્યાં વટમાં ઝુકાય નહીં.

હશે... આજ નવા વિષયની શોધે ફરીશ.
તળાવથી નીકળી આજ દરિયે તરીશ.
કરમે ભોગવે જ્યાં પેઢીઓ હુંફાળી,
થોડુંક સમેટી, કુદરતનો ઢગલો કરીશ.
ટીપે ટીપે ભરાય જ્યાં સરોવર,
ખોબે ખોબા દઈ હું તોફાને ચડીશ.

"આવનારી પ્રજા કાં સમજે નહીં ?
વડીલોની કિંમત કાં આંકે નહીં ?"

અંતરમાં ડોકિયું કરજો જરા,
આપ્યો કોઈ વારસો ? લાગણી સમજી ખરાં ?
ભુલાવી ભેદ દસકા તણાં,
કરી કોઈ પહેલ ? ફરી બાળ બન્યા ખરાં ?

હાથ હોય ભલે નાનો હાથમાં,
સક્ષમ એજ જેના વિચાર ઘણાં.
હાલ રે... મુક બધું પડતું, થાવ ઉભા,
આપ તું ખાલી હાથ , હું બમણાં વચને ભરીશ.

એકે એક માથું જો નિભાવે કર્તવ્ય, Nidhi
ભરી આગેવાનીએ હસતાં મોઢે મરીશ.

Gujarati Blog by Nidhi_Nanhi_Kalam_ : 111811066
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now