મેં તો મારી અધૂરી વાર્તામાં પણ સાચી લાગણીઓ લખી હતી,
મારી અધૂરી વાર્તા વાંચીને લાગણીઓ સાથે રમત રમી ગયા...
મેં તો મારી અધૂરી વાર્તામાં ફક્ત એની જ યાદોનું વર્ણન કર્યું હતું,
મારે તો અધૂરી વાર્તા પુરી કરવી જ હતી પણ એજ છોડીને ચાલ્યા ગયાં....
મેં તો મારી અધૂરી વાર્તામાં લડાઈ ,ગુસ્સાની પ્રેમની વાતો લખી હતી,
મારી અધૂરી વાર્તાને એમને તો વધારે કષ્ટદાયક બનાવી ગયાં...
મેં તો મારી અધૂરી વાર્તામાં સાથે રહેવાના સપનાં સજાવ્યા હતાં,
મારી અધૂરી વાર્તા કે મારી જિંદગીને તો રમકડા સમજીને તોડી ગયાં....
મેં તો મારી અધૂરી વાતમાં થોડું લખું છું ને થોડું ભૂસી પણ કાઢું છું,
મારી જિંદગી એક પુસ્તકમાં લખાયેલી અધૂરી વાર્તા જેવી બની ગઈ....
હું તો રોજ કોશિશ કરું છું એ અધૂરી વાર્તાને પૂર્ણ કરવા માટે,
થાકી ગયો પણ મારા જીવનની વાર્તા તો અધૂરી રહી ગઈ....
-Bhargav Jagad