હવે આ જીવન પણ ક્યાં જીવન જેવું છે?
ને અમારું હાસ્ય પણ હવે રુદન જેવું છે.
આવે છે અને ગળે લગાવતા પણ નથી તે,
તેનું આવવું પણ ક્યાં આગમન જેવું છે.
મહોબતનું પહેલું પગથિયું ચડ્યો હતું હું,
એ પ્રેમનું સરનામું જીવનના પતન જેવું છે.
પીંજરું તો હતું મારુ કહી શકાય તેવું એક,
પાંખો કાપી ખુલ્લા કર્યા ક્યાં ગગન જેવું છે.
મનોજ સંતોકી માનસ