Gujarati Quote in Motivational by મહેશ ઠાકર

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રાજાજી જાદવ
. વિક્રમ સંવત ૧૭૯૫ માં કાણેક ગામમાં અરજણજી જાદવની ડેલીએ ઉજળો દૂધ જેવો ડાયરો જામ્યો છે અરજણજીના દીકરા રાજાજી શાસ્ત્ર અને શસ્ત્ર તેમજ ઘોડે સવારીમાં પ્રવીણ છે યુવાન માટી પોતાના ઘોડા ભાઈબંધને નદીએ પાણી પાવા અને ખેલવવા તૈયારી કરી રહ્યા છે એવામાં ગામમાં ગોકીરો થયો દોડતો હાંફતો એક માણસ રોકકળ કરતો અરજણજી ની ડેલીએ આવી માંડ બોલી શક્યો બાપુ દોડો દોડો દેવાજી ચારણની ગાયોનું ધણ ધાડપાડુઓ વાળી ગયા એટલા શબ્દ બોલ્યો એ રાજાજીએ સાંભળ્યા અને ઘોડા માથે રાંગ વાળી પવન વેગે ઘોડો પણ સમજુ હોય તેમ ધાડપાડુની પાછળ વીટો થયો જોત જોતામાં તો આંબી લીધા અને મા ભવાનીને વેતી કરી અને માંડ્યો દુષમનના માથા ઉતારવા અને ૩૬ જેટલા ઘાડપાડુઓને મારી નાખ્યા રાજાજી પણ દુષમનના ઘાથી વેતરાઈ ગયા હતા પણ એક કટારીનો ઘા ડાબા પડખે થયેલ તે જીવલેણ નીકળ્યો ગૌધણ છોડાવી રાજાજી મા શરતીના ખોળે ઢળી પડયા વિરગતિને વરેલા રાજાજી જાદવ પાછળ ચારણની દિકરીયું રાજલઆઈ તથા વેજલઆઈ પોતાના ધર્મના માનેલ ભાઈ રાજાજી જાદવના ઓવારણાં લઈ સતી થયા હતા રાજાજીનો પાળીયો વીસણવેલ ગામમાં આંબાવડ પામાં છે .

Gujarati Motivational by મહેશ ઠાકર : 111804872
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now