કૃષ્ણ આમ નહીં બેસાડો તમારી વિશ્વાસની નાવડીમાં,
અહીંયા તો હર એક મુસાફિર અંધવિશ્વાસમાં રહેલો છે...
સાચા પર શંકા કરે ને ખોટાનો વિશ્વાસ કરે છે આ દુનિયા તો,
અહી તો નાની એવી વાતમાં અંધવિશ્વાસ કરી લે છે....
કૃષ્ણ આમ નહીં બતાવો તમારી શ્રદ્ધારુપી શક્તિઓ,
અહીયાં તો હર એક વ્યક્તિ અંધશ્રદ્ધામાં ઘેરાયેલો છે...
પૈસાવાળાનું માન સન્માન ને ગરીબનું અપમાન કરે છે,
અહીં તો સાચી વાત કહેવા માટે સાબિતી આપવી પડે છે..
કૃષ્ણ આમ નહીં જમાડો તમારી ભક્તિનો અનોખો પ્રસાદ,
અહીયાં તો કામ પત્યા પછી તમારા પર અવિશ્વાસ કરે છે.
કશું બદલાયું નથી પણ માણસની લોભ લાલચ વધી ગયી છે,
અહીં તો ધારેલું નહીં થાય તો લોકો ભગવાનને દોષ આપે છે....
-Bhargav Jagad