ભક્ત
હે ભગવાન
મારું મૃત્યુ કોરોના નાં કારણે કેમ થયું છે ???
ભગવાન
તારું જીવન અત્યંત ગરીબીમાં વિત્યું છે
અને તારી દવા પૈસાની તકલીફ ના કારણે થઈ નથી એટલે
તારું મૃત્યુ થયું છે
ભક્ત
હે ભગવાન
મને પૈસાવાળા નાં ત્યાં જન્મ આપો ???
ભગવાન
તથાસ્તુ 🙌
ભક્ત
ફરીથી હે ભગવાન
મારું મૃત્યુ કેન્સરના કારણે કેમ થયું છે ???
ભગવાન
તારા જોડે સંપત્તિ અપાર હતી તે છતાંય તું મૃત્યુથી જીતી
ના શક્યો કેમ કે
તેં પોતે જલસા કર્યા છે ના કોઈ ભુખ્યાને ભોજન આપ્યું છે
અને ના કોઈ ગરીબને ઓઢવાનું કપડું આપ્યું છે
ભક્ત
હે ભગવાન
મારી ભૂલ થઈ ગઈ છે મને માફ કરો તમે હવેથી આવી
ભુલ નહીં થાય મારાથી
ભગવાન
હવે ફરીથી તારો જન્મ થશે મનુષ્ય રુપે
લોભ લાલચ ને ભુલીને બને તેટલાં સારા કામ કરો તમે
ભક્ત
જેવી તમારી આજ્ઞા 🙏
ભગવાન
તથાસ્તુ 🙌
નરેન્દ્ર પરમાર " તન્હા "