રંગમંચ પરથી અનેક રંગો તારા બતાવીએ છીએ જીંદગી,
વ્યથાઓ અનેક છુપાવી તને હસાવીએ છીએ જીંદગી.
વળતર મળે છે ઓછું છતાં ઝાઝું બતાવીએ છીએ,
મળે છે તાળીઓ જ્યારે વધું ખિસ્સું ભારે થઈ જાય જીંદગી.
રંગ લગાવી મંચ પર ચઢી જોજો એકવાર,
કલાકાર બનવું સહેલું નથી એ દોસ્ત,
પડદો ઉઘડે ને પડે એની વચ્ચે અનેક જીવીએ છીએ જીંદગી.
કલાકાર છું લાગણીઓ વહેચું ને વેંચું છું છતાં વેપારી નથી,
છું બીજાથી અલગ એટ્લે જ તારી લગોલગ છું જીંદગી.
વિશ્વ રંગભૂમિ દીવસની જીગરથી શુભકામનાઓ.
- જીગર બુંદેલા