The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
શરૂ થયો છે ડ્રામા તપાસનો, (રાજકોટમાં) થોડા સમયમાં પડદો પડી જશે, ને આપણે ઓડિયન્સની જેમ ખંખેરી કુલા છૂટા પડી જઇશું. #Drama
પૂર્વ એ પશ્ચિમને કીધું, હેપ્પી વસંતપંચમી પશ્ચિમ બોલ્યું , આઇ લવ યોર સંસ્કૃતિ હેપ્પી વેલેન્ટાઇન્સ ડે........ ગ્રહો, નક્ષત્રોને, દિવસોનો ભેદ મટી ગયો આજે , સઘળું ભૂલી પૂર્વ પશ્ચિમ એક થઈ ગયા આજે. ખીલવા ખીલવવાની મૌસમ આવી મોહરો એકમેક સંગ આજે કેસુડાનો રંગ કેસરી જ્ઞાન છડી પોકારે , સૂકી ડાળે લીલી કૂંપળ ફૂટી એને શણગારે , ગુલાબ તણો લઈ રંગ ગુલાબી, સૌ ખીલી ઊઠ્યા આજે . ઈશ્વરે પણ એ જ કહ્યું છે, નફરત હારી પ્રેમ જીતશે, એકમેકને પ્રેમ કરો સૌ આજે...... પ્રેમ કરો સૌ આજે...... વસંતપંચમીની શુભકામના હેપ્પી વેલેન્ટાઇન્સ ડે........ જીગર બુંદેલા
હું લખું થોડું ને તું ઝાઝું સમજજે , ન સમજાય તો ફરિયાદ કરજે, શબ્દોની રમત છે કે રમતિયાળ શબ્દો? સમજાઈ જાયે તો ફરી ફરી યાદ કરજે. - જીગર બુંદેલા
કહે છે એ મને સામેથી યાદ કરો તો બહુ ગમે તમે જે કહો છો એવું કરવું મને બહુ ગમે આધીન છે સઘળું સમય ને સંજોગ પર નહિતો સમયની સાંકળો તોડી તમને મળવું બહુ ગમે. -jigar Bundela
ખૂબી ને ખામીની જેને નડે નહીં હદ બેહદ ની કરી શકે જે પાર સરહદ મળતાં નથી સહેલાઇથી બધાને કદી પ્રેમી જે કરી શકે પ્રેમ અનહદ - jigar Bundela
આખી વાંચજો આંખો ખોલીને વાંચજો તમને લીંબુનાં સમ છે. ભારત નામના તપેલામાં વિકાસ નામનું પાણી પ્રજા નામનો દેડકો એમા મોજ માણે સોડ તાણી મોંઘવારીના લાકડા ઓર્યા ધીમી આંચે ગરમ થાય પાણી ડ્રાંઉં ડ્રાંઉં કરતાં દેડકાની ખતમ થઈ જશે જિંદગાની. ભારત નામના તપેલામાં વિકાસ નામનું પાણી...... પક્ષ ગુલતાનમા કરે રોજ નવી યોજનાની લ્હાણી જાણે જૂની બોટલમાં નવી શરાબ આણી વિપક્ષ કરે ક્યાંથી વિરોધ નથી એમા પાણી ડ્રાંઉં ડ્રાંઉં કરતાં દેડકાની ખતમ થઈ જશે જિંદગાની ભારત નામના તપેલામાં વિકાસ નામનું પાણી...... લાખો ખર્ચે જાહેરાતમાં હૉર્ડીગ બોર્ડ આણી સિ પ્લેન ખોટકાઈ જાય ને બોટ બોટથી તાણી પરીક્ષાના પેપર ફૂટયા જાણે ફૂટે ધાણી નિતનવા ગતકડાં કરે સરકાર બહુ છે શાણી ડ્રાંઉં ડ્રાંઉં કરતાં દેડકાની ખતમ થઈ જશે જિંદગાની. -જીગર બુંદેલા #jigarbundelawriter #આપ #AapGujarat #CongressParty #bjp2022 #jigarbundeladirector #lyricistjigarbundela #songwriterjigarbundela #actorjigar #actorjigarbundela #directorjigarbundela #writerjigar #jigarbundela #કૉંગ્રેસ #ભાજપા
રંગમંચ પરથી અનેક રંગો તારા બતાવીએ છીએ જીંદગી, વ્યથાઓ અનેક છુપાવી તને હસાવીએ છીએ જીંદગી. વળતર મળે છે ઓછું છતાં ઝાઝું બતાવીએ છીએ, મળે છે તાળીઓ જ્યારે વધું ખિસ્સું ભારે થઈ જાય જીંદગી. રંગ લગાવી મંચ પર ચઢી જોજો એકવાર, કલાકાર બનવું સહેલું નથી એ દોસ્ત, પડદો ઉઘડે ને પડે એની વચ્ચે અનેક જીવીએ છીએ જીંદગી. કલાકાર છું લાગણીઓ વહેચું ને વેંચું છું છતાં વેપારી નથી, છું બીજાથી અલગ એટ્લે જ તારી લગોલગ છું જીંદગી. વિશ્વ રંગભૂમિ દીવસની જીગરથી શુભકામનાઓ. - જીગર બુંદેલા
पैसा और वक़्त एक साथ नही मिलता वक़्त आने पर पैसा है मिलता पर पैसा आने पर वक़्त नही मिलता।
આ વાર્તા કોઇપણ પ્રકારે ઓડિયો વિઝ્યુલ કે અન્ય માધ્યમમાં ઉપયોગ કરતાં પહેલા લેખકની અનુમતિ લેવી આવશ્યક છે. જો એમ કરવામા નહીં આવે તો ઉપયોગ કર્તા સામે યોગ્ય પગલાં લેવામાં આવશે. આભાર. SWA MEMBERSHIP NO : 32928 છુટેલા સંબંધો _____________ ઘણા દિવસથી ઉકળાટ હતો. આકાશ ગોરંભાયેલું હતું . વાદળો વરસ્યા વગર વિખેરાઈ જતા. નીલય એના રાઈટિંગ ટેબલ પાસે બેઠો બારીની બહાર લીલોતરી જોઈ રહ્યો હતો. રાઈટિંગ ટેબલ પર પેન ને પેડ પડ્યા હતા. નિલય કંઈક લખવા જ બેઠો હતો. તેણે આદુવાળી મસ્ત ગરમ ચાની ચૂસકી મારી અને લખવાનું શરૂ કર્યું. બે પંક્તિ લખી " છુટેલા સંબંધ બ્લેક કોફી જેવા હોય છે એમા લીંબુ નાખો કે મધ પણ એની કડવાશ જતી નથી." પેન રોકાઈ ને એણે કાગળનો ડૂચો મારી dustbin માં નાખ્યો. ત્યાં ઓલરેડી એક કાગળનો ડૂચો ડસ્ટબીન પાસે જમીન પર પહેલેથી જ પડેલો હતો. ફરી અણે લખવાનું શરૂ કર્યું. "છુટેલા સંબંધ સોફ્ટડ્રીંકની બોટલ જેવા હોય છે ગમે તેટલી વાર ઢાંકણું ખોલો પણ પહેલા જેવો ઉભરો આવતો નથી." ફરી અટકી ગયો ને કાગળનો ડૂચો કરી કાગળ ડસ્ટબીનમાં નાખ્યો. ગોરંભાયેલું આકાશ ને ગોરંભાયેલો નિલય બંને વરસવા માંગતા હતા. ફરી વીજળી ચમકી અને મગજમાં ચમકારો થતાં શ્રાવણની ઝરમર ઝરમર વર્ષા શરુ થઈ. નિલયે ફરી કંઇક પેપર પર ઉતાર્યું . "વહેતા પાણી જેવા હોય જો સંબંધ ગમે ત્યારે પીવો પણ તરસ છીપાવે ને તાજગી આપે." ને પાછો અટકી ગયો ને પાછું એ જ કાગળનો ડુચો કર્યો અને dustbin ભેગો કર્યો. કંઇ મજા નહોતી પડી રહી એ થોડી વાર એમ જ બેસી રહ્યો, બારીની બહાર વરસતા વરસાદને જોતો. આમને આમ કલાક નીકળી ગયો ત્યાં મૉબ આવ્યો નામ બ્લીંક થયું " નિયતિ " એને ભાન આવ્યું કે એ કંઈક લખવા બેઠો હતો. એણે મૉબ ઉપાડ્યો સામે છેડેથી નિયતિ નો અવાજ આવ્યો, કેમ છે તું? નીલયે કહ્યું, મજામાં. નિયતિએ કહ્યું, હું અમદાવાદ આવી છું મળીએ? નિલયે કહ્યું, ના આજે મેળ નહી પડે. હું કામમાં છું ફરી ક્યારેક. થોડી ઘણી ઔપચારિક વાત થઈ અને ફોન મુકાઈ ગયો. નિલયે જોયું તો ચા ઠંડી થઈ ગઈ હતી એ ઊભો થયો કિચનમાં ગયો. એ જ "ચા"ને ફરી ગરમ કરી અને ફરી પાછો કપ લઈ રાઈટિંગ ટેબલ પર આવી બેસી ગયો કંઈક લખવા. ચાની ચૂસકી મારી ને એણે સૌથી પહેલા ફેંકેલા dustbin ના કાગળ તરફ જોયું. સ્હેજ હસ્યો. કાગળ હાથમાં લીધો અને એમાં લખેલું વાંચ્યું. " છુટેલા સંબંધ છુટી ગયેલી ચા જેવા હોય છે એને ફરી ગરમ કરી પી શકાય પણ એમા પહેલા જેવો ટેસ્ટ ન હોય." કેટલું સાચું હતું. - જીગર બુંદેલા
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser