ઘરના બંધ દરવાજા પાછળ અઢળક રાઝ દફનાવી રાખ્યાં છે,
દિલના બંધ દરવાજા પાછળ અનેક ઝખ્મો છુપાવી રાખ્યાં છે....
બધાંજ મને સમજશે એવું તો કયારે પણ થવાનું નથી,
મને સમજી શકે એવાં કોઈક ખાસ માટે આંસુ બચાવી રાખ્યાં છે...
દિલના દર્દની વાત ના સહેવાય ના કોઈને કહેવાય છે,
બધું જ સહન કરી શકાય એવું મજબૂત મન બનાવી રાખ્યુ છે....
ઘણાં મતલબી મળ્યાં જ અત્યાર સુધી તો જીવનમાં,
મનનો ગુસ્સો એમનેમ મનમાંજ દબાવી રાખ્યાં છે....
થવાનું એ તો થઈ ગયું એમાં કોઈ બદલાવ નથી આવવાનો,
તમારી યાદોના ખજાનાને દિલમાં સાચવી રાખ્યાં છે....
ઘરનો હોય કે પછી દિલનો બંધ દરવાજો તો ગમે ત્યારે ખૂલી જશે,
દિલના ખાસ સંબંધોનો અમૂલ્ય વારસો કમાવી રાખ્યો છે....
-Bhargav Jagad