Gujarati Quote in Thought by Mahendra Sharma

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મોટીવેશનલ સ્પીકર્સને ઘણી વખત કહેતા સાંભળ્યા છે,
દરેક વ્યક્તિ સક્ષમ છે, બસ થોડી વધારે મહેનત અને માર્ગદર્શનની જરૂર છે.
બસ થોડા ઓર્ગેનાઇઝ થાઓ, બધું થઈ જશે,
ખૂબ મોટા સપના સેવો, પુરા થશે, ખૂબ બધા પૈસા મળશે.

પણ મેહનત સાથે નસીબ પણ જોઈએ એ તેઓ કોઈ દિવસ નથી કહેતા, જો પૈસાદાર બનવાની ફોર્મ્યુલા હોત તો મોટાભાગના હોંશિયાર લોકો પૈસાદાર બન્યા હોત, પણ દુનિયાના 95% પૈસા ફક્ત 5% લોકો પાસે છે.

હવે કામની વાત કહું, ઉપરનું બધું મોટીવેશન સાંભળી મોટાભાગના લોકો વધુ પૈસા કમાવવા દોડે છે,
ઘણાને નસીબ સાથ નથી આપતું, ઘણામાં ખરેખર આવડત નથી હોતી પણ સપના મોટા હોય છે.

કદાચ આ કારણ છે, દુનિયા આજે ડિપ્રેશનના કેસોમાં વધારો જોઈ રહી છે. નસીબની અને આવડતની ગેરહાજરી માણસને પૈસા નથી બનાવવા દેતી, માણસ એને પોતાની હાર સમજે છે અને નિરાશા તરફ આગળ વધી જાય છે.

યુવાનોને એકજ વિનંતી કરીશ કે આવડત કેળવો અને મેહનત કરો, પૈસાને લક્ષ્ય ન બનાવશો, સફળ થવા પ્રયત્ન કરતા રહેજો, અસફળતા એ હાર નથી, કોક ચૂક રહી ગઈ એની નિશાની છે, માર્ગ બદલો અથવા હજી મેહનત કરી આગળ વધો. એક ધંધા નોકરીમાં સફળ નથી થતા તો બદલીને જુઓ, અહીં કોઈ એક પ્રયત્ને વિજયી નથી થતું, અને થાય તો નસીબ જોગ હશે, નસીબ ને અવગણો નહીં, મેહનતમાં પાછા પડો નહીં.

કારકિર્દીની શરૂઆતમાં મોટિવેશન ટ્રેનિંગ નહીં પણ રોજગાર લક્ષી ટ્રેનિંગ કામ લાગશે.

જય હિન્દ..

મહેન્દ્ર શર્મા 6.3.2022

Gujarati Thought by Mahendra Sharma : 111790218
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now