Gujarati Quote in Poem by Maitri Barbhaiya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દરેક વિષયનું થોડું થોડું જ્ઞાન જરૂરી છે,
તર્કશાસ્ત્ર કે ફિલોસોફી શા માટે?
કેમ કે જ્યારે તમે જિંદગીથી હારી જાઓ,
ત્યારે એ તમને ફરીથી દોડાવી શકે,
મનોવિજ્ઞાન શા માટે?
મનની ઉદાસીને જાણી શકીએ એટલે,
બાકી આપણે આ બધું તો સામાન્ય છે એમ કરીને અવગણી દ‌ઈએ છીએ,
થોડો ગણિત વિષય પણ આવડવું જરૂરી છે,
અત્યારે દરેક જગ્યાએ નફા/નુકસાનનો સમય ચાલી રહ્યો છે,
થોડું અર્થશાસ્ત્રનું પણ આવડવું જરૂરી છે,
ખબર તો પડે કોની સાથે આપણને વધારે ફાયદો છે,
થોડી ભૂગોળની સમજ પણ હોવી જોઈએ,
કોઈના હ્દય સુધી ઉતરતા પહેલા એની સંવેદનાનું ઊંડાણ કેટલું છે એ જાણવું જરૂરી છે,
ઈતિહાસ વિશે એટલે ખબર હોવી જોઈએ,
જેથી કરીને ખ્યાલ આવે કે કોણ કેટલું દૂધમાં છે અને કોણ પાણીમાં!

તમને ક્યાં વિષય પાસેથી શું શીખવા જેવું લાગે છે??

Gujarati Poem by Maitri Barbhaiya : 111783881
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now