ખુબ ધમાલ મસ્તીથી ઘર ગાજતુ હોય એ દિવસ રજાનો છે,
મારા પરિવાર સાથે વિતાવેલો સમય એ પણ એક ખજાનો છે....
પરિવારનો સાથ હોય તો કોઈ પણ દિવસ તહેવાર બની જાય,
સુખ સુવિધા ન હોય તોપણ આપણને લાગે એ દિવસ મજાનો છે....
કોઈ એકની કમી પણ આપણને મહેસુસ થાય એવો હોય પરિવાર ,
પરિવાર આપણી ખુશી, તકલીફો ,ચડતી પડતીનો દિવાનો છે....
કયારેક રિસામણા મનામણાને કયારેક લાડ પ્યારને ગુસ્સો હોય,
પરિવાર વિનાનો કોઈ સમય આપણા માટે સજાનો છે...
આપણી ભૂલો માટે માફી આપેને સહી રસ્તો બતાવે એ છે પરિવાર,
સમજણભરી સલાહને કયારેક મોજ મસ્તીમાં મશગુલ મસ્તાનો છે....
પરિવાર જેવું સમજનાર ને સલાહ આપનાર કોઈ નથી આપણને,
પરિવાર સંગ વિતાવેલા સમયનો પણ યાદગાર જમાનો છે...
-Bhargav Jagad