ખ્યાલોની જ દુનિયામાં જીવે છે માણસ...
એમ કહી શકાય કે ક્ષણ ક્ષણ મરે છે માણસ...
કોઈ મળે તો સ્મિત હોઇ જ છે હોઠો પર...
ક્યારેક અંદર જોવો તો ધુવાધાર રડે છે માણસ ...
એવું નથી કે મોટું દુઃખ આવી પડ્યું છે...
નાના નાના દુઃખો ને સંઘરવાનો શોખ પાડી ચૂક્યો છે માણસ ...
'હું' માંથી બહાર નીકળવા મથ્યો છે માણસ...
પણ ખોટી દિશાઓમાં જ ભટક્યો છે માણસ...
સમજ નો અભાવ નથી,અભાવ સ્વભાવ નો છે...
જાણીતા રસ્તે વારંવાર ભૂલો પડ્યો છે માણસ ...
-Tru...