Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વાણી કરી શકે ન વિસ્તાર દેવાધિદેવ મહાદેવ.
જેને ભજવાથી જીવનસાર દેવાધિદેવ મહાદેવ.

નાથભોળા સહજમાં તુષ્ટ થૈને આપે વરદાન,
જેનાં સ્મરણે સુધરે સંસાર દેવાધિદેવ મહાદેવ.

ભૂજંગભૂષણ, ભયહારી, ભગવંતલીલા ન્યારી,
શરણાગતને ના સાંપડે હાર દેવાધિદેવ મહાદેવ.

ચિતાભસ્મ અંગઉપાંગે ભાલે સુધાકર સોહતો,
જેનો પૂજનીય છે પરિવાર દેવાધિદેવ મહાદેવ.

પંચાક્ષર પોત પ્રકાશે થાય જીવ શિવ તદાકાર,
કોઈનો કદીએ ન રાખે ભાર દેવાધિદેવ મહાદેવ.

શરણે રાખો, સદવિચાર આપો દિલના દાતાર,
આપો રામભક્તિ ભારોભાર દેવાધિદેવ મહાદેવ.

ભૂલો અમારી ભૂલ બધીને માફ કરો નંદીસવાર,
રીઝો કરીએ જલદુગ્ધ ધાર દેવાધિદેવ મહાદેવ.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111771576
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now