સંવત 2078ના નૂતન ઉષાકાળે
આજની આ અભિનવ ઉષાએ,
આરંભાતા આદિત્યના અરૂણોદયે,
અંધારાં ઉલેચીએ સ્વ તણા ઉરનાં,
ભાવભર્યા એ સ્નેહની અમીદ્રષ્ટિથી.
પરસ્પર લાગણીના પ્રેમબંધન થકી,
ઉરે ઐક્યની હેતભરી ભાવના ધરી,
આત્મીયજન બની રહીએ સૌ તણા,
તો બની રહેવાનું આ નૂતન વર્ષ ...
આપ તથા આપના આપ્તજનોને,
સુખમય અને આયુષ્યસભર ...
આરોગ્યપ્રદ ને ઐશ્વર્યમય ...
એજ અભ્યર્થના ને સંકલ્પ સહ.
વરસોવરસ મળવાના અહીં કૉલ દઈને,
સસ્નેહ સ્વીકારશો 'મૃદુ'ના વર્ષાભિનંદન.
મહેન્દ્રકુમાર રમણભાઈ અમીન 'મૃદુ', સુરત (વીરસદ).
તા.05/11/2021ને શુક્રવાર.