કંશ ના રાજ્યમાં ગુંજેલી કિલકારી ગોકુળ સુધી જવાની હતી,
દ્વાર બધા ખુલી ગયા આપો આપ, લલ્લા ની સવારી જો જવાની હતી,
ગભરાયો હતો કંશ જ્યારે જન્મની ખબર સાંભળી હતી,
ગુંજી રહી હતી એ ભવિષ્યવાણી જે પહેલા એણે સાંભળી હતી,
મથુરાથી કાન્હો ગોકુળ પહોંચ્યો ખેલ એનું જ રચાયું હતું,
મુખ જોઈને કનૈયાનું મૈયાને સુખ દુનિયા નું મળ્યું હતું,
નંદ ના ઘરમાં રમતો કનૈયો આંગણું આખું ચહક્યું હતું,
નટખટ ની લીલા જોઈને ગોકુળ પણ મુસ્કરાયું હતું,
વાંસળી નું મધુર ધૂન સાંભળી રાધા દોડી આવતી હતી,
આવી શ્યામ સૂરત પર પણ ગોપીઓ જીવ લૂંટાવતી હતી,
પ્રેમ પુંજારી ની તો વાત જ નિરાળી છે,
એનું બીજું એક રૂપ ચક્રધારી છે,
ધર્મ રક્ષા કાજે ધરતી પર આવ્યા હતા,
પાંડવો ની સાથે રહીને પાપો મિટાવ્યા હતા,
ધર્મની પણ રક્ષા કરી સાથે દ્રોપદીને એનું માન આપ્યું,
અનંત સુધી ચાલે એવું ગીતાનું અમર જ્ઞાન આપ્યું,
ધર્મને બચવવા બકાસુર ને જીવીત દાટ્યો હતો,
નરસિહ બની હિરણ્યકશ્યપ ને જીવીત ફાડ્યો હતો,
ધન્ય થયા આપણે મેળવી કાન્હા ની મોહક મુસ્કાનને,
પ્રેમ જગાવ્યો દુનિયામાં મારીને પાપ અને અભિમાનને,
સદીઓ સુધી બધા વાંચતા રહેશે ગીતાના આ પાવનજ્ઞાન ને,
કનૈયાએ જે સ્તંભ આપ્યો સાચા જીવન જ્ઞાન નો.