જન્માષ્ટમી એટલે કાનુડા નો તહેવાર ,કાનુડો એટલે આપણા અંતરમાં વસેલો, આપણો ખોપાળા. કૃષ્ણના જન્મની તો ઘણી બધી ધામધૂમથી ઉજવણી થઇ રહી હશે હંમેશા કૃષ્ણ ભગવાને ભગવતગીતામાં જીવવાની અને સંઘર્ષની સફળતાની સમસ્યાનો ઉકેલ ગીતા ઉપદેશ આપ્યો છે.
કૃષ્ણ ભગવાનના જન્મથી જ આપૃથ્વી પર દરેક આત્માનું કલ્યાણ થાય તે રીતનું એમનું જીવન ચરિત્ર અને ગીતા સાર આપેલો છે. કૃષ્ણ ભગવાનમાં પ્રેમ ના ઘણા બધા પ્રકાર છે જેમાં રાધા-કૃષ્ણનો પ્રેમ તો અજોડ છે. જન્માષ્ટમી એટલે કે આપણા પ્રિય કાનુડાના જન્મ નો તહેવાર આપણી હૃદયની ઊર્મિ અને આનંદનો તહેવાર એટલે ગોકુળ આઠમ
🌹નંદ ઘેર આનંદ ભર્યો, જય કનૈયા લાલ કી 🌹
-B B.P