માણસ કોઈપણ વ્યક્તિને દિલમાં શબ્દોરૂપી બાણ ના" ઘા" પાડી જાય તો એ વગર હથિયારે દિલમાંથી લોહીના આંસુ વહી જતાં હોય તેટલો તૂટી જાય છે.અને એ શબ્દોના બાણ પારકાથી નહિ પણ પોતાના લોકોથી જ વાગી જાય છે અને દિલમાં અતિશય દર્દની પરિભાષા માં સમાઈ જાય છે .
ઘણીવખત કોઈનાથી વગર વિચારે શબ્દોથી અપમાન થયી જાય ત્યારે ,એની વેદના ધનુષ્યમાંથી બાણ છોડ્યું હોય એટલી તીવ્ર વેગે હદયના ભાગમાં વીંધી નાખે છે.અને ત્યારે મૌન રૂપી આકરી વેદના દિલમાંથી આંસુ રૂપે સરી પડે છે.
હંમેશા બાણરૂપી વાણી ક્યારે ના વાપરવી,સામેની વ્યક્તિ તૂટી જાય છે.અને પોતાની લાગણીઓ ગુમાવી ચુકે છે.
આભાર
-Bhanuben Prajapati