Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એ મહોતરમાય કેટલી નખરારી હતી;
એની હર એક અદા કામણગારી હતી;

એની આંખના કાજળે કર્યો તો ઘાયલ,
એની આંખો પણ ખૂબ કજરાલી હતી;

કાયલ થયો તો એ મટકાતી ચાલ પર,
એની ચાલ પણ ઘણી મતવાલી હતી;

નજર ઝુકાવીને એનું એ શરમાઈ જાવું,
ના જોઈ હોય એવી એ અદાકારી હતી;

મૂખેથી ભલે એણે કાંઇ ન કહ્યું છતાંય,
એના હોઠોની મુસ્કુરાહટ એકરારી હતી;

ના એક થયા અમે ના જૂદા પડ્યા કદી,
એ એની બેવફાઈ નૈ દુનિયાદારી હતી;

યકીન છે આજેય એની હર વાત પર,
એજ "વ્યોમ"ની સાચી વફાદારી હતી;

...© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB)

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111742902
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now