કોઈ દર્દની એ દવા નથી છતાં શરાબમાં ખોવાયો;
જીવનના સવાલો ઉકેલવા તું જવાબમાં ખોવાયો?
જિંદગી જ છે જ્યારે શબનમની એક બૂંદ સમાન,
તો બતાવને મિત્ર તું આ કયા રૂઆબમાં ખોવાયો?
એક દીપ જ કાફી છે જીવનને પ્રજ્વલિત કરવા,
ને તું ઉજાગર કરવા માટે આફતાબમાં ખોવાયો?
એક નાનું અમથું કુસુમ છોડી જાય મહેક હાથમાં,
ને તું જીવન મહેકાવવા પૂરી ફૂલછાબમાં ખોવાયો?
બઘા સબંધો જીવનના લઈ બેઠો ત્રાજવે તોલવા,
મુક્યા છાબમાં મિત્રો પછી એ છાબમાં ખોવાયો;
સુખ અને દુઃખ તો છે આ જીવનનો જ એક ભાગ,
ન જીવી આજને ને ભવિષ્યના ખ્વાબમાં ખોવાયો;
મનુષ્યને કુદરતે લાવી દીધા કેવા હાલાતે "વ્યોમ "
કોઈ છૂપાયું કફનમાં તો કોઈ નકાબમાં ખોવાયો;
...© વિનોદ.મો.સોલંકી "વ્યોમ