15મી ઓગસ્ટ ની પૂર્વ સંધ્યાએ મનમાં એક સવાલ ઉઠી રહ્યો છે કે શું આપણે આઝાદ થયા ખરા ?
અને જો આઝાદ થયા તો આજે માણસ જ માણસનો દુશ્મન કેમ બન્યો છે ?
શું આજે આપણી બહેન-દિકરીઓ સુરક્ષિત છે ?
ખરી આઝાદી તો ત્યારે જ કહેવાશે જ્યારે ઉચ-નીચના ભેદભાવ મિટાશે, જાતિવાદ ખતમ થશે, લોકો માણસને ધર્મથી, જાતપાતથી નહીં પણ એક માણસ તરીકે ઓળખતા થશે અને આપણી બહેન દિકરીઓ બેફીકર બનીને અડધી રાતે ઘરની બહાર નીકળી શકશે.....
અને હું એ આઝાદીની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહી છું....😌