✍️"લેખક ની કહાની"✍️
મારા જીવનની વાણી એક કાગળમાં સમાણી...
ભાષાઓની જાળમાં જિંદગી આખી વસાવી...
નત નવું જાણવા ચારે દશ કરી કેટલી માથાણી...
શબ્દોના મોલથી કરી કેટલી ઊંચાઈની કમાણી...
લાગણીઓના ભાવ ને હળવેથી આગળ ઠેહરાવી..
બોલીના કમાલથી કરી આખી દુનિયા દીવાની...
ખૂણો પક્ડીને મનથી કરી આખા જગતની ફેરી...
અતરંગી આ દુનિયાને શાહીમાં ભરી રંગાવી...
સૌએ જોયેલા જિંદગીના વાક્યને પ્યારથી બિરદાવી...
અદ્રશ્ય જિંદગીના સંવાદને પણ સુંદરથી સમજાવી...
શબ્દોના સાગરમાંથી મોતી લાવીને કંડારી...
હીરા થી પણ અમૂલ્ય પુસ્તકો ને શણગારી...
કાગળ-કલમ ને પોતાની સાથીદારી બનાવી...
અટપટ્ટા શબ્દ જેવી આ છે લેખક ની કહાની..
#Jemm Hingu:)✍️♥️