સૂર્ય તો રોજ અસ્ત થાય છે ને,
બીજા દિવસે ફરી સૂર્યોદય થાય છે,
પણ જીવન નો જો એક વાર અંત આવ્યો તો,
પછી એમાં સૂર્યોદય ની જેમ ફરી ઉદય નથી થતો,
માટે મનમાં આવતા જિંદગીના અંત ના વિચારોનો કાયમ માટે અંત લાવી,
સૂર્યોદય ની જેમ રોજ જીવનમાં નવા વિચારો નો ઉદય લાવીએ,
જેમ સૂર્ય રોજ પોતાની સાથે આશા ની નવી કિરણ લઈ ને આવે છે,
માટે સૂર્ય પાસે થી રોજ નવી પ્રેરણા લઇએ અને જીવન આનંદમય જીવીએ.