તું મારા Facebook પર ના દરેક pic ની like માં છે,
તું whatsapp ના દરેક સ્ટેટસ ના સીન માં છે,
તું મારી દરેક વાતો માં છે,
તું આવતા દરેક વિચાર માં છે,
તું હવે સપના માં પણ છે,
તું મારી લખેલી કવિતા માં છે,
તું મારા દરેક સ્કેચ માં છે,
તું તો મારા હ્દય માં છે,
તું નથી તો બસ મારા જીવન માં નથી,
તું નથી તો મારી સાથે મજલ માં નથી,
તું નથી તો આ વરસાદ માં ભીંજાવાની મજા નથી,
તું નથી તો હવે કરવા કોઈ વાત નથી,
તું નથી તો હવે નિંદર માં સપના નથી,
તું નથી તો હવે જીવવા માં કાંઈ નથી,
તું નથી તો હવે ફરી પ્રેમ કરવાની હિંમત નથી,
તું નથી તો હવે મારા જીવન માં પણ તારા સિવાય અન્ય કોઈ નથી,