Gujarati Quote in Poem by શિતલ માલાણી

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લાગ્યો મીરાંને ઓચિંતો જો કોલ,
હોઠે મલકી, બોલી ન કાંઈ બોલ...
વનમાં રહેતી વિરહી બની એ ઘેલી
બિચારી ન આવી ક્દી રાધાની તોલ,
ઝેરના ઘૂંટડાનો સ્વાદ માણ્યો પ્રેમથી !
ઝેરી બૂંદોએ ઘોળાયો પ્રેમ અણમોલ,
છોડી ન રાહ કે છોડી ન ચાહ કઠીન,
ના રે કદી વગાડ્યા હકના એણે ઢોલ !
ગાતી- નાચતી ને કહેતી એ રાજીપે,
બંધ આંખે જરા દિલના દરવાજા ખોલ,
હું તારો જ છું કહે, કાનો વારંવાર એને !
સમજે એ જ પ્રેમરંગ લાગ્યો જેને...!

-શિતલ માલાણી

Gujarati Poem by શિતલ માલાણી : 111734093
New bites

just for knowledge...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now