જે મુજ મુસાફરને મારતી જાય છે....
શું વાત કરું એની એ છે જ અજુગતી
આંધીને બાંધી પાલવે છતાંય શાંત ચાલે છે....
નયનો રમાડતી એ એના નયનરમ્ય નયનો થકી
બોલો સાથે સાથે મને રમાડતી જાય છે....
ગુસ્સો કે છણકા નજરે જોતી રે'તી
એ આખરે એનું નટખટપણું જતાવતી જાય છે....
ઘોળી કાજળ આંખમાં ઘાટી કાળી
એને લખવા માટે શબ્દો સાથે કાળી ઘાટી સહી આપતી જાય છે....
સાહેબ! વાત જ રે'વા દઈએ એના હાસ્ય ની
હાસ્ય ફરમાવી મજાનું કાતિબ ને કાતિલ કરી જાય છે....
મજાની છે એ, મજાક કરવાની આદત એની
વિચારે છે એ કઈક ગજબનું ને વિચારમાં મૂકતી જાય છે....
રહસ્યમય છે એ અને વાતો એની અલબેલી
જાણે ખબર નઈ લાગે છે કે જોરદાર હાસ્યની પાછળ ધોધમાર વરસાદ લઈને ચાલે છે....
યાદોની યાદી લઈને એ ગુમતી
જ્યારે જ્યારે મળે એ રાહમાં કે ખ્વાબમાં ઊંડી યાદગીરી મૂકતી જાય છે....
કોણ છે એ? ક્યાં છે એ? એટલું પણ ન પૂછો મને સાથી
એ કોક મૃગજળ જેવી છે જે મુજ મુસાફરને મારતી જાય છે....
22-july-2021