Gujarati Quote in Motivational by Tr.Anita Patel

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સૌથી વધુ ઉપજાઉ જગા છે તો એ મન છે,
જે પણ વાવશો,સારું એવું ઉગી નીકળશે,
એ પછી પ્રેમ હોય,ધૃણા હોય,અહંકાર હોય,તિરસ્કાર હોય,દયા હોય કે લાગણી હોય....
વિચારો તો વ્યક્તિ ના પોતાના છે,અને એની માવજત અનુસાર ખાતર પણ એજ નાખે છે. જે પણ વાવશે એના મૂળ મજબૂત બનશે એ નક્કી છે.....
તો,સારા વિચારો ની ખેતી કેમ ના કરી શકીએ?
મન ને કોઈ પણ પરિસ્થિતિ માં તટસ્થ કેમ ના રાખી શકીએ?
મન વ્યક્તિ નું છે કે ,પછી વ્યક્તિ મન નો છે....એ નક્કી વ્યક્તિ ના વિચારોની તટસ્થતા પર આધારિત છે.
કોઈ પણ પરિસ્થિતિ ને સ્વીકારીને તેને જીવન માં આવકાર આપવાની ક્ષમતા બધામાં નથી હોતી.
અણગમતી વાત હોય કે અણગમતી પરિસ્થિતિ ....કોઈ ગુસ્સે થઈ જાય છે,કોઈ ચિડાય જાય છે,કોઈ ચિંતા કરવા લાગે છે,કોઈ વાત કે પરિસ્થિતિ ને કબૂતરની જેમ ઉડાવી દે છે,કોઈ એ પરિસ્થિતિ માંથી બહાર જ આવવા માગતું હોતું નથી.....આવું ઘણું બધું છે ...
જીવન માં પરિસ્થિતિ આપણા અનુકૂળ જ હોય એ જરૂરી તો નથી.
પ્રયત્ન મન ને કરવો જોઈએ,અનુકૂળ થવા માટે.....
અને એ અનુકૂલન મનમાં સારા વિચારો ની ખેતી કરવાથી આવે છે.....
એના માટે કોઈ વિચાર કરવાની જરૂર નથી.....
-@nugami.

Gujarati Motivational by Tr.Anita Patel : 111733941
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now