જિંદગી ભગવાન તરફથી મળેલ એક ગિફ્ટ છે. એટલે હંમેશા આપણે એમાં આગળ વધવું જોઈએ. ભૂતકાળમાં જે વસ્તુ થઈ હોય એના પરથી શીખવું જોઈએ. અને આપણે હંમેશા નવું નવું શીખીને પોતાને Grow કરતા રહેવું જોઈએ. કારણકે આપણે જીવીત છીએ તો કોઈને કોઈ કારણ માટે છીએ. આપણે એ જીવવાનું કારણ શોધવું જોઈએ. આપણે બધા દુઃખ આવેલા હોય તે લઈને બેસી જઈએ છીએ કે મારી સાથે આવું થયું વગેરે વગેરે. પણ બેસી રહેવાથી એ દુઃખ દૂર થવાના નથી. આપણી પાસે બે વિકલ્પ હોય છે કે આગળ વધવું કે દુઃખ લઈને ત્યાંજ બેસી રહેવું. આપણે આગળ વધવું જોઈએ. આપણે નવા નવા અનુભવ મેળવી ને શીખવું જોઈએ. એના માટે સૌથી મહત્વનું છે માફી. આપણે બધાને માફ કરવા જોઈએ. માફી આપણે એટલા માટે નથી આપતા કે સામેવાળો માફીને લાયક છે એટલે માફ કરી દિધો. પણ માફી આપણે આપણા મનની શાંતિ માટે આપીએ છીએ. આપણે માફી આપીએ તો જ આગળ વધી શકીએ. એટલે માફ કરી દો અને આગળ વધો..
-Alish Patel