Gujarati Quote in Thought by Kevin Changani

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વ્યક્તિનું વર્તન તેના ઘડતર પર જણાઈ આવે છે. કોઈપણ વ્યક્તિ નું ઘડતર આંતરિક અને બાહ્ય એમ બે રીતે થતું હોય છે .

આંતરિક એટલે કે પોતાના પરિવાર દ્વારા નાનપણમાં જે ઘડતર કરવામાં આવ્યું હોય છે.અને બાહ્ય એટલે શાળા અને કોલેજ દ્વારા જે ઘડતર કરવામાં આવે છે.

આ બંને ઘડતર મેળવ્યા બાદ સમાજમાંથી જોઈને જાણી ને પણ વ્યક્તિ શીખતો હોય છે અને જે વ્યક્તિ શિક્ષા નથી મેળવતો તે વ્યક્તિનું વર્તન માં શિક્ષણનો અભાવ સ્વષ્ટ જણાય આવે છે. પરંતુ ઘણી વખત એવું પણ બને છે કે અભણ વ્યક્તિ હોય તે ખૂબ જ હોશિયાર પણ હોય છે ,તો તેનો હોશિયાર હોવા પાછળનું કારણ કે તે પોતાના આસપાસના એવા સમાજમાં તેનો વિકાસ પામેલો છે કે જેના કારણે તેની પાસે આવો હોશિયારિ આવી.

આમ વ્યક્તિને પાયાથી વ્યક્તિના ઘડતરમાં જો યોગ્ય શિક્ષણ આપવામાં આવે તો આ દેશના ભવિષ્ય માટે ખૂબ જ હિતાવહ છે એવું કહી શકાય વ્યક્તિ પ્રમાણિક નથી અને ભ્રષ્ટાચાર કરે છે વ્યક્તિ કોઈ નો ખૂન કરે છે વ્યક્તિ કોઈ નો બળાત્કાર કરે છે આ સમગ્ર ઘટનામાં વ્યક્તિના ઘડતરમાં નૈતિકતા ની કમી હોય એવું જણાય છે.અથવા તો વ્યક્તિ સમાજ સિવાયના અન્ય પરિબળો જેમ કે સોશિયલ મીડિયા દ્વારા અભદ્ર સંપર્કમાં આવવાથી પણ વર્તનમાં પરિવર્તન આવી શકે છે.

કેવિન કુમાર ચાંગાણી
#તટસ્થ

Gujarati Thought by Kevin Changani : 111727736
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now