હોય અમુક એવા જે અર્થનો કરે અનર્થ;
ખબર નહીં એમાં એમનો શું હોય સ્વાર્થ?
લાગે છે કે કોઈને નથી જોઈ શકતા ખુશ,
સમજે છે બીજાને કાયર, શું એ છે સમર્થ?
એક વખત તો એ ભીતરમાં જોઈ જોવે,
કે ખૂદ એટલા છે વફાદાર અને નિસ્વાર્થ?
શોધતા ફરે છે બીજામાં નાની નાની ભૂલો,
સમજ્યા કરે, જે પોતે કરે એજ છે સાર્થ;
કરે છે નાતજાતે લડાવવાના પ્રયાસ "વ્યોમ"
પણ, થૈ જાશે બધા પ્રયત્નો એમના વ્યર્થ;
...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)