સમજે ક્યાં મન બુદ્ધિ કર્મો છે કરવાનું,
અંધ થઇ ક્યાં ઘંટીનો , લોટ છે દળવાનું.
કેવું છે તું જો ને કિનારા વચ્ચે જીવન,
ત્યાગ નિભાવી સરિતા જેવું છે વહેવાનું.
થઈને પ્રકાશિત જો તું સ્વયંમાં છે હોવાનું,
અંધારે કારણ શોધી, નહિ અથડાવાનુ.
ઇચ્છા મન માંહી છે ,જોને ખળભળવાનું,
ચાહત માં રાહત છે ,તો પામી મળવાનું.
ખાઈ પી ખોંખારી ને, મસ્તીમાં રહેવાનું,
ભૂલી સઘળું હું હું , તરછોડી દેવાનું?
જેવા છો દેખાશે,ચોક્કસ દિલ દર્પણમાં,
ક્યાં હીરા માણેક થી ખૂદને જો જડવાનુ.
છોડી અધ્યાસને પછી ચિન્મય છે થવાનું,
આનંદમાં મસ્તીથી, ચેતનામાં ભળવાનું.
-મોહનભાઈ આનંદ