કિનારાઓ નથી મળતાં, તો શું તરતાં છોડી દેવાય,
જ્યાં હિંમત છે ત્યાં કિનારાઓ પણ સામે મળે છે..
રસ્તાઓ નથી મળતાં, તો શું ચાલવાનું છોડી દેવાય,
જ્યાં જનુન છે ત્યાં રસ્તાઓ પણ સામે મળે છે..
ઉણપો નથી મળતી, તો શું પ્રયત્ન છોડી દેવાય,
જ્યાં આત્મજ્ઞાન છે ત્યાં ઉણપો પણ સામે મળે છે..
સુખ નથી મળતું, તો શું જીવવાનું છોડી દેવાય,
જ્યાં વૈરાગ્ય છે ત્યાં સુખ પણ સામે મળે છે..
મનોજ નાવડીયા