માણસની અંદર જોયું તો એ નિકળ્યો પથ્થર;
ઈશ્વર મને મળ્યો ત્યારે, જ્યારે તરાસ્યો પથ્થર;
એક નાનું ઝરણું સતત જેના પરથી વહેતું રહે,
પહાડ પણ પીગળે જે હોય છે બન્યો પથ્થર;
પણ માણસ ના જાણે કઈ માટીથી બન્યો છે,
લાખ કર્યો પ્રયાસ છતાંય હમેશાં રહ્યો પથ્થર;
પ્રેમ સેતુ બાંધવા એકબીજાના દિલની વચ્ચે,
લખી ઉપર ઇન્સાનિયત મેં તો તેરવ્યો પથ્થર;
કાગડોળે મારગ દેખે "વ્યોમ" રામ આગમનની,
ચરણ સ્પર્શે બને માનવ, જે સદા રહ્યો પથ્થર;
...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)