હું શું લખું બોલને ... !
તારા હોઠ પરનું સ્મિત લખું,
તારા નયનોમાં ચમકતી પ્રીત લખું,
તારી ઝૂલ્ફોમાં લહેરાતું સંગીત લખું,
તારા હ્રદયમાં રમતા ગીતનું ગુંજન લખું.
હું શું લખું બોલને ???
તારા ગાલ પર પડતા ખંજનને લખું,
તારા શ્વાસમાંથી સરકતા સ્પર્શને લખું,
તારા શમણામાં કેદ તારા ભાવવિશ્વને લખું,
તારા હૈયામાં ધબકતા ધડકનના સંગીતને લખું.
હું શું લખું બોલને ???
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
મહેન્દ્ર રમણભાઈ અમીન, 'મૃદુ'
સુરત (વીરસદ/આણંદ)
💐💐💐💐💐💐💐💐💐
માત્ર વૉટ્સ ઍપ (No Call) : 87804 20985.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐