Gujarati Quote in Poem by SHAMIM MERCHANT

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તાળીની ગૂંજ

બે હાથનો કમાલ તો જુઓ,
મળે તો ગુંજ ઉપાડે કેવો!
એ અવાજને અમે નામ આપ્યું તાળી,
જેને એક લયમાં બધાએ વગાડી.

તાળીના રંગ-રૂપ અનેક,
તાળીના સમય એક થી એક.
કોઈએ વાહ વાહ માં વગાડી,
તો કોઈએ કટાક્ષમાં પાડી.

એક તાલમાં વગાડી એણે, જેને આવડ્યું,
તાળી માંથી પણ સંગીત કાઢી બતાવ્યું.
પછી એવો મજાનો સુર પકડ્યો,
કાને એક મધુર ધ્વનિ લઈ આવ્યો.

તાળી મોઢે સ્મિત લઈ આવે,
હૃદયમાં ખુશીની લહેર દોડાવે.
હૈયું હળવું કરે તાળી,
અનુપમ સ્પર્શનો એહસાસ જગાડે તાળી.

તાળી વગર મારા ભજન કિર્તન અધૂરા,
એના વગર ગરબા પણ ન થાય પુરા.
પછી ઢોલક નહીં પણ હોય તો ચાલશે,
તાળી માંથી એક નવો લય ઉપડશે.

તાળીની ગૂંજ સાંભળવા,
કામ કર્યા કેવા કેવા!
વાટ જોયા કરી, કોઈ તો પીઠ થાબળે,
આપણા માટે પણ કોઈ તાળી વગાડે.

છે તો ફક્ત એક આકર્ષણ,
તાળી લાવે જીવનમાં નિયંત્રણ.
તાળી મફતમાં ન મળે,
એને તો કમાવવી પડે.

કવિ હોય કે લેખક,
રાજા હોય કે રંક,
બધાને તાળીની ગૂંજ વ્હાલી લાગે,
અને જીવન ભર એની પાછળ ભાગે.

શમીમ મર્ચન્ટ, મુંબઈ
____________________________

Gujarati Poem by SHAMIM MERCHANT : 111723742
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now