ગોરમારાજ આવ્યા,
સારા મુહૂર્ત એ લગ્ન લખાયા,
લગ્ન લખાયા,
બાપ-દિકરી ના આંસુ છલકાયા,
આંસુ છલકાયા,
સ્નેહીજનો ના હૈયા હરખાયા,
હૈયા હરખાયા,
સૌનાં મન મલકાયા,
સંગીત ગીતો ગવાયા,
રાસ રમઝટ માં ડીજે છવાયા,
મંડપ રોપાયા,
મામેરૂ લઈને મામા પધાર્યા,
પીઠી કરાય,
બેની નો હરખ ના સમાય,
જાન નું આગમન થાય,
ઢોલ શરણાઈ વાગે ને સામૈયું થાય,
વરરાજા પોખાય,
સાસુ માં હરખાય,
કન્યાદાન નો સમય આવતા,
માવતર ની આંખો ભીની થાય,
અગ્ની ની સાક્ષી એ ફેરા ફરાય,
ત્યારે બન્ને પરિવાર એક સંબંધ થી જોડાય,
જમણવાર માં અવનવી વાનગી રંધાય,
ગુલાબ જાંબુ ને બરફી જોય મન લલચાય,
સૌભાગ્યવતી ના આશીર્વાદ અપાય,
કંસાર ખાય ને મન મીઠાં થાય,
છેલ્લી ઘડી,
દિકરી ની વિદાય ની વસમી વેળા,
માં ની મમતા મૂકી
પિતા ની આંગળી છોડી,
પારેકે ઘરે દિકરી ચાલી,
ભાઈ નો ભરોસો રાખી,
બહેન નો પ્રેમ રાખી,
બેની-બનેવી ની પાછળ ચાલી,
આંખ ના છલકાતાં આંસુ સાથે
માવતર એ દિકરી જમાય ને સોંપી,
"પુત્રવધુ નહીં દિકરી છે અમારી"
વેવાય ના વચનો સાંભળી
માં-બાપ ની આંખો ઠરી,
ત્યારે દિકરી ની વિદાય થઈ.
@Parmar Sadhna