અાઠ માસે અહીં આવે રે મેહુલા!
કંકુ ચોખે વધાવીએ રે અલબેલા !
વાદળાંને છોડે ગગનપારેથી ફુલેલાં,
અવનવી છટા કંઇ પાથરે, ઓ દેવલા !
આકાશે તરે શ્યામલ જે ગાભલાં,
ટપકે જળછોળ બની ઉડાડે તારલા!
પાંદડા ને પાતરાં, છાપરાં ને નેવલાં,
ઝણકાવી તું સંગીત પ્રગટાવે, રસીલા !
તરબોળ તારાથી થઈ ને સૌ હોશીંલાં
સ્વાગત તારું અમે કરીએ, રંગીલા!
-- વર્ષા શાહ