Gujarati Quote in Poem by Jay Vora

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અંગ અંગ છેદાઈ ત્યારે વ્હાલા ના હોંઠ ચુમાય છે..
શ્વાસ-ઉચ્છવાસ નાં ઘા થી વર્તમાન પણ ઘવાય છે.

ટકી રહેજે સમરાંગણ માં ... તારા ખુદ તને તોડશે .
રણછોડ થી ત્યારે જ તારા ખંભા પર ધનુષ રખાય છે .

જીવંત છે ગીતા , જીવંત છે અહિં કર્મ નાં પણ બદલા..
સાચવજે બેઠક તારી , હનુમંત ની પતાકા ફરકાય છે.

તારી જાણ,ઓળખાણ અને તારી સઘળી પિછાણ ..
ભુંસાઈ જશે , જ્યારે તેની હાથ-તાળી સંદેશાઈ છે.

હોય મીરાં, હોય નરસિંહ કે હોય કોઈ ગોરો કુંભાર ...
દોડે ખુદ પ્રભુ , ત્યારે જ તે જગત ચોપડે નોંધાઈ છે.

તારો વ્હાલો , જોજે તારી બાંધેલી સીમમાં બંધાઈ નહીં..
બાંધેલ કિનારે નાનું સરોવર પણ ગંધાય જાય છે.

આવ્યા અને આવશે પયગંબરો અને મહાત્માઓ અહિં..
અવતરીત આત્મા ની તસ્વીર ક્યાં સમયમાં ઝિલાય છે.

ખુદ તારે જ પામવો પડશે , ભંગાવાની તૈયારી રાખજે.
જોને , ટીપા પર પડવા કયો સમંદર તલપાપડ થાય છે.

Gujarati Poem by Jay Vora : 111722020
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now