દુઃખો કહ્યા કરે છે; 'ઓ બેટે મરી જજે'
દુઃખો સહન ન થાય તો ત્યારે મરી જજે
તરતા ન આવડે તો કિનારે મરી જજે;
થોડા ઘણા હો શ્વાસ છતાંયે મરી જજે.
મરવા પડ્યો છું એમ કહીને મરે નહીં;
સારો સમય મળે તો તું ત્યારે મરી જજે.
આ વસવસો સદાય રહેશે મરણ સુધી;
આવો વિચાર આવે; વિચારે મરી જજે.
સંતુષ્ટિ હો અગર તો ફરી આવજે પરત;
જીવાય ના કદીય પરાણે; મરી જજે.
કોને જઈ કહું હું સકળની આ વેદના;
જો દર્દ ના સહન હો તો અંતે મરી જજે.
દીપક કે. સોલંકી 'રહીશ'