જનાર શ્વાસે, સચેત રહેજો,
જપીને સોહમ ,ત્યાં ચેત રહેજો;
મટી જવાનાં, છે આજ સપના,
કદી તમે ના , અચેત રહેજો.
સમય ને સાધો, બનીને સાધુ,
ગુણો ને સમજી ,સમેત રહેજો
કરમ છે ખોટા , તજી ને યારો,
સકામ સાથે જ , વેંત રહેજો.
જરા વિચારો, તમારું જીવન,
ખેડી ને આનંદ , ખેત રહેજો.
-મોહનભાઈ આનંદ