# હાસ્ય😅🤣😂😂જેમ પૃથ્વીલોક માં સારા કામ માટે એવોર્ડ મળે છે એમ સ્વર્ગલોક વાળા એ નક્કી કર્યું કે આપણે ય આવા એવૉર્ડ શરૂ કરીયે..
"જે વ્યક્તિ એ લોકો ને "સાચા દિલથી" ભગવાન ના નામ લેતા કર્યા એ વ્યક્તિ ને *બેસ્ટ પરસન* નો એવૉર્ડ આપવો.. શોધ શરૂ થઈ...
મોટા મોટા સાધુબાવાઓ અને કથાકારો અંદરોઅંદર વાતો કરવા લાગ્યા..
*"મને ગમે ત્યારે ઈન્દ્રદેવ નો દૂત બોલાવવા આવશે.."*
આવા ફાંકા મંડ્યા મારવા..
પણ.........
બધા ના આશ્ચર્ય વચ્ચે *સુરેન્દ્રનગર - રાજકોટ વચ્ચે જિંદગી આખી એસ.ટી બસ હાંકતા ડ્રાઈવર પ્રવિણસિંહ નો નંબર લાગી ગયો...*
સાધુઓ ને નવાઈ લાગી , *આનો નંબર કૈ રીતે આવ્યો? આણે એવું શું કર્યું છે....?!*
છેવટે સ્વર્ગલોક ની સીલેકશન કમીટી માં થી ખુલાસો આવ્યો કે આ *પવુભા બાપુ* ને "બેસ્ટ પરસન" બનાવ્યાં એનું કારણ એ જ છે કે બાપુ એ ત્રીશ પાંત્રીસ વરસ બસ હાંકી એમાં ઈ જે રીતે *કાવા મારતા* કે પડખે ના *વાહનને ઘહીંને* ઓવરટેક કરતા એનાથી એકેક પેસેન્જર એકધારા.....
હે રામ......! હે માતાજી....! યા અલ્લાહ....!
નું સતત રટણ કરતા.. અને બધા બસમાં થી ઉતરે ત્યાં સુધી મનમાં ય રામધૂન ને હનુમાન ચાલીશા બોલ્યા કરતા..
એટલે પવુભા એ જે તીવ્રતા થી અને ખરા ભાવ થી લોકો ને ભગવાન નું સ્મરણ કરાવ્યું એવું કોઈ એ પણ નથી કરાવ્યું..
તો પવુભા બાપુ ને તાળીઓના ગડગડાટ થી વધાવી લો.....
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣