વિશ્રામ "
દરિયાને ક્યાં વિશ્રામ મલે છે?
સરિતા દરિયાને મલવા તરસે છે,
અફાટ સાગર પણ કેવો ઘુઘવાટ કરે છે?
બધી નદીઓને આકર્ષિત કરે છે,
સતત વહેતી સરિતા વિરામ ક્યાં કરે છે?
મીઠા જળ બનીને સાગરમાં ભળે છે,
લોકોના દુઃખ દર્દ પણ લઈ ને મળે છે,
એટલે તો સાગરના જળ ખારા બને છે,
વિશ્રામ કે વિરામ ક્યાં હોય છે માનવને?
એટલે માનવ સતત પ્રગતિ કરે છે,
-Kaushik Dave