વર્ષો પછી કયાંક ભેગા થઈએ,
જુના દિવસોને ફરી તાજા કરીએ,
એ સખી, ચાલ ને રમવા જઈએ,
છેલ્લી પાટલી પર બેસીને,
ફરીથી કોકની મસ્તી કરીએ,
એ સખી, ચાલ ને રમવા જઈએ,
ભણવામાં ને પીટી માં, રમત માં ને સાંસ્કૃતિક કાર્યક્રમમાં,
દોડીને પ્રથમ ભાગ લઈએ,
એ સખી, ચાલ ને રમવા જઈએ,
કૉલેજ ના પાછા બંક મારીને,
કેન્ટીનમાં બેસીને ગપ્પા મારીએ,
એ સખી, ચાલ ને રમવા જઈએ,
લગનની શોપિંગ ને,ફેમેલી નું પ્લાનિંગ ભેગુ કર્યુ,
નાની-દાદી બનીને હવે પાછા નાના બનીએ,
એ સખી, ચાલ ને રમવા જઈએ,
ખોવાઈ ગયાં છીએ, બંને એવા તે સંસારમાં,
કે હવે થોડું ખુદને પણ મળીએ,
એ સખી, ચાલ ને રમવા જઈએ,
જીંદગી નાં છેલ્લા દિવસો, થોડા પોતાના નામે કરીએ,
દીવ- દમણ, ને ગોવાના દરિયામાં ડુબકી દઈએ,
એ સખી, ચાલ ને રમવા જઈએ,
ફરી એક વાર નાના થઈએ,
એ સખી, ચાલ ને રમવા જઈએ.
B+ ve